લુણાવાડા, મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સાલાવાડા બસ સ્ટેન્ડ નજીક આઈસર ટેમ્પા ચાલકે કારને ટકકર મારતા કાર પલ્ટી ખાઈ જતાં કાર ચાલકને ઈજાઓ થઈ હતી. જયારે અકસ્માત સર્જી ટેમ્પાનો ચાલક વાહન મુકી ફરાર થઈ ગયો હતો.
લુણાવાડા તાલુકાના ચાંપેલી ગામે રહેતા ભુતેન્દ્રગીરી હિરાગીરી ગોસાઈ તેમના ખેતરમાં હતા. તે વખતે કાકચીયા ગામની સોનલબેન ધર્મેન્દ્રગીરી ગોસાઈએ ફોન કરીને જણાવ્યુ હતુ કે,ભુપેન્દ્રગીરીના જમાઈ પ્રકાશગીરી સુરેશગીરી ગોસાઈ તેઓની ફોર્ડ ગાડી લઈ વરધરીથી લુણાવાડા તરફ જતા સાલાવાડા બસ સ્ટેન્ડ પાસે લુણાવાડા તરફથી એક આઈસર ટેમ્પા ચાલકે કારને ટકકર મારતા પ્રકાશગીરીને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેઓને ખાગી વાહનમાં લુણાવાડા આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયાનુ જણાવ્યુ હતુ. જેથી ભુપેન્દ્રગીરી લુણાવાડા આયુષ હોસ્પિટલમાં જઈ જોતા માથાના તેમજ બરડાના ભાગે ઈજાઓ થઈ હતી. આ બનાવની ભુપેન્દ્રગીરી હિરાગીરી ગોસાઈએ ફરિયાદ નોેંધાવતા કોઠંબા પોલીસે અજાણ્યા ટેમ્પા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.