લુણાવાડા સજજનપુર ગામમાં આશરે 15 વર્ષ પહેલા ગ્રામજનો માટે પીવાના પાણીના ઉપયોગ માટે લાખો ખર્ચે પાઈપલાઈન મોટર સહિત પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. જેમાં આજદિન સુધી પાણીનુ ટીપું પાડવામાં ન આવતા ટાંકી જર્જરિત થવાના આરે છે. સજજનપુર ગામોની ટાંકી લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી પરંતુ પાણી પુરવઠા કે પંચાયત દ્વારા પાછલા વર્ષોથી પાણીનુ એક પણ ટીપું ન પડતા શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે. ગામના લોકોને પીવાના પાણીની સુવિધા મળી રહે તે હેતુથી સંપ બનાવ્યા છે. પરંતુ તે બંધ હોવાથી વારંવાર રજુઆતો કરવા છતાં તંત્રના પેટનુ પાણી હાલતુ નથી. સરકાર દ્વારા લાખોના ખર્ચે બનાવવામાં આવેલ ટાંકી હાલ બિસ્માર હાલતમાં જોવા મળે છે. ટાંકીની આજુબાજુ અસહ્ય ગંદકી અને ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે. ત્યારે 15 વર્ષથી ટાંકીમાં પાણીનુ ટીપું પણ પડ્યુ નથી અને 1 વર્ષ પહેલા આ ટાંકીની બાજુમાં બીજો સંપ બનાવ્યો છે. જેની બાજુમાં પંપરૂમનુ વીજ કનેકશનના પૈસા ભર્યા હતા. હિંદોલીયા પાણી પુરવઠા યોજના દ્વારા લાખોનો ખર્ચે કરેલ પણ પાણી ન મળતા પાણીનુ નામ ભુ જેવી સ્થિતીનુ નિર્માણ થયુ છે.