લુણાવાડાના મોટા ડબગરવાસમાં મુસ્લિમ કોમોના બે જૂથો વચ્ચે પથ્થર મારો થતા 8 સહિત અન્ય 24 પર રાયોટિંગ દાખલ

  • લગ્ન સમયે વરઘોડો જઈ રહ્યો હતો, જેમાં ફટાકડા અહી ન ફોડવા કહેતા મકરાણી સમુદાયના લોકોએ ઘાંચી વિસ્તારમાં ભારે તોડફોડ કરી.

લુણાવાડા, મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાના મોટા ડબગરવાસમાં મુસ્લિમ સમુદાયના બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. જેને પગલે ભારે તંગદીલી સાથે પથ્થરમારો થયો હતો. મુસ્લિમ વિસ્તારમાં ઘાંચી અને મકરાણી કોમના જૂથો વચ્ચે ફટાકડા ફોડવા બાબતે આંતરિક બબાલ થઈ હતી. લગ્ન સમયે વરઘોડો જઈ રહ્યો હતો. જેમાં ફટાકડા અહી ન ફોડવા કહેતા મકરાણી સમુદાયના અને ઘાંચી સમુદાયના લોકો દ્વારા ભારે તોડફોડ કરી હતી. જોકે, મહીસાગર પોલીસ સમય આવી જતા કોઈ અનિચ્છનીય બનાવ ન બન્યો હતો. જૂથ અથડામણમાં બંને સમાજના લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. કેટલાક ઈસમો દ્વારા ઘરોમાં ઘૂસી કાચ સહિત સામગ્રીને ભારે નુકશાન કર્યું હતું. જોકે, કેટલાક ઈસમોએ તીક્ષ્ણ હથિયાર વડે પણ હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. ઈજા પહોંચેલા વ્યક્તિઓને તાત્કાલિક ધોરણે જીલ્લાની જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને તેઓની તાત્કાલિક ધોરણે સારવાર કરવામા આવી હતી. ત્યારે પોલીસ દ્વારા અંદરના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દઈ બંને જૂથ દ્વારા સામ સામે ફરિયાદ દાખલ કરતા 32 જેટલા લોકો પર સામસામે રાયોટિંગ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આરોપીઓના નામ:-

જૂથ 1 : (1) અરબાજ નુરમંહમદ મકરાણી (2) આમીન સફી મકરાણી (3) મોહસીન નુરમહમદ મકરાણી (4) નુરમહમદ નજરમહમદ મકરાણી તથા બીજા દશ થી બાર માણસો તમામ રહે.બેડા ફળી મકરાણીવાસ લુણાવાડા જી.મહીસાગર.

બોકસ:

જૂથ.2 : (1) નોમાન ઇશાક પટેલ ((2) બાકીદ પટેલ (3) ઇનાયતઉલ્લા ઇશાક પટેલ (4) જાબીર ઇશાક જોટગીવાલા (5) અરસદ મોહમંદ અસદ પટેલ તથા બીજા 10 થી 12 માણસો તમામ રહે. ડબગરવાસ ચોક પાસે લુણાવાડા તા. લુણાવાડા જી.મહીસાગર.