લુણાવાડાના મોરાઈ ગામના નાયક ફળિયામાં રહેતા મોહનભાઈ ડાહ્યાભાઈ પગી, રંગીતભાઈ પુનાભાઈ પગી, અખમબેન શાયબભાઈ પગી, બાલાભાઈ ભગાભાઈ પગીના રહેણાંક મકાનમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અચાનક આગ લાગવાના બનાવના પગલે આજુબાજુના લોકો સહિત ગામલોકો ધટના સ્થળે દોડી આવ્યા હતા. અને આગ બુઝાવવાની કામગીરી કરી હતી. ફાયર ફાયટરોને જાણ કરવામાં આવી હતી. આગ એટલી ભયાનક હતી કે ફાયર ફાયટરો આવતા પહેલા મકાનો બળીને ખાખ થઈ ગયા હતા. આગમાં મકાનમાં રહેલ અનાજ, રોકડ, રકમ, સોના-ચાંદીના દાગીના, પશુઓનો ધાસચારો સહિત અન્ય ધરવખરી સહિત બળીને ખાખ થઈ જવા પામ્યુ હતુ. અચાનક આગ લાગતા ધરમાં રહેલ પશુઓ સહિત એક યુવાનને ગામલોકો દ્વારા બચાવી લેતા આબાદ બચાવ થયો હતો. બીજી તરફ આ બનાવ અંગે લુણાવાડા ફાયર બ્રિગેડને પણ જાણ કરતા ફાયર બ્રિગેડ ધટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો. ત્યારે જિલ્લામાં બે દિવસમાં આઠ મકાનો સળગ્યા હતા.