લુણાવાડાના મલેકપુર ખાતે રૂપાલાને ભાજપ વિરૂદ્ધના બેનરો લાગ્યા

મલેકપુર, મહીસાગર જીલ્લાના લુણાવાડા ના મલેકપુર ખાતે પરસોત્તમ રૂપાલાને લઈ ભાજપ વિરૂદ્ધ ગામમાં બેનરો જાહેરમાં લાગ્યા છે.

જેમાં સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગામમાં રહેતા ક્ષત્રિય સમાજમાં પરસોત્તમ રૂપાલાને લઈ પરસોત્તમ રૂપાલા વિરૂદ્ધ તથા ભાજપ પ્રત્યે ભારે રોષ ઠેર ઠેર જોવા મળી રહ્યો છે. જેમા મળતી માહિતી અનુસાર લુણાવાડા તાલુકાના મલેકપુર ગામમાં રહેતા ક્ષત્રિય સમાજ દ્વારા તા 25,4,2024 ના રોજ જાહેરમાં પરસોત્તમ રૂપાલા વિરૂદ્ધ તથા ભાજપ વિરૂદ્ધ વિરોધ કરી બેનરો જાહેરમાં લગાવવામાં આવ્યા છે.

જેમાં તેઓએ બેનરોમાં લખી જણાવ્યું છે કે, ભાજપના કોઈ પણ કાર્યકરો કે આગેવાનોએ આ મલેકપુર ગામમાં પ્રવેશ કરવો નહીં. જેમાં જ્યાં સુધી આ પરસોત્તમ રૂપાલાની ટીકીટ રદના થાય ત્યાં સુધી આવવું નહીં તેમ જણાવેલ છે. જેમા સમસ્ત ક્ષત્રિય સમાજે એકતા બતાવી છે .