લુણાવાડાના કોઠંબામાં રોડ અને ગટરની અધુરી કામગીરી મુકાતા ગ્રામજનોમાં રોષ

લુણાવાડા,\ લુણાવાડા તાલુકાના કોઠંબામાં કોન્ટ્રાકટર દ્વારા છ મહિનાથી રોડ અને ગટરની કામગીરી અધુરી મુકાતા ગ્રામજનો, સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

પોલીસ સ્ટેશન ચોકડીથી તળાવની પાળ સુધી આરસીસી રોડ અને ગટરની કામગીરીનો કોન્ટ્રાકટ અપાયો હતો. પરંતુ ગામમાં ગુણવત્તા ન જળવાતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. પોલીસ સ્ટેશન ચોકડી પર કપચી અને રેતીના ઢગલા અને કામગીરી કરતા પડેલા ખાડાથી રાહદારીઓ અને વાહનચાલકો તેમજ આજુબાજુના રહેવાસી અને દુકાનદારો ધુળની ડમરીઓ ઉડતા ગરમીમાં ખુબ હેરાન પરેશાન થઈ રહ્યા છે. બસ સ્ટેશન ઉપર ગુગાભાઈ પાનાવાળાની ગલીમાં ગટરની કામગીરી અધુરી રાખી ઢાંકણા નહિ લગાવતા ગટરમાંથી દુર્ગંધ આવી રહી છે. તેમજ અકસ્માતની ભિતી સેવાઈ રહી છે.