લુણાવાડા, મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠંબા-પાલ્લા ગામે બાઈક સ્લિપ ખાઈ ગટરમાં પડી જતાં ચાલકનુ સારવાર દરમિયાન મોત નીપજયું હતુ.
લુણાવાડા તાલુકાના થાણા સાવલી ગામે રહેતા હિતેન્દ્રસિંહ કોયાભાઈ સોલંકીના કાકાનો દિકરી ચંદ્રસિંહ ઉર્ફે ચંદનભાઈ કનકસિંહ સોલંકી બાઈક લઈ તેનો નાનો છોકરો કાર્તિક કુમારને લઈ ધરેથી તેની સાસરી આંટાના મુવાડા ગામે નીકળ્યો હતો તે બાદ તેમના ગામના છત્રસિંહ અર્જુનસિંહ સોલંકીએ હિેતેન્દ્રસિંહને પાલ્લાથી ગુવારીયા વચ્ચે રોડ ઉપર બાઈક સ્લિપ ખાઈ ગટરમાં પડતાં માથામાં ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને 108 મારફતે કોઠંબા સરકારી દવાખાને સારવાર માટે લઈ ગયા હતા. તેમ જણાવતા હિતેન્દ્રસિંહ કોઠંબા સરકારી દવાખાને જતાં ડોકટરે વધુ સારવાર માટે ગોધરા લઈ જવાનુ કહેતા તેઓ ગોધરા ગયા હતા. તે બાદ વધુ સારવાર માટે ગોધરાથી વડોદરા ખસેડાયા હતા. જયાં સારવાર દરમિયાન ચંદ્રસિંહ ઉર્ફે ચંદનભાઈ કનકભાઈ સોલંકીનુ મોત નીપજયું હતુ.