લુણાવાડા, મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠંબા ગામને પાણી પુરૂ પાડતી પાણીની પાઈપલાઈનમાં છેલ્લા 10/15 દિવસથી ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જેના પરિણામે કોઠંબા ગામના રહિશો સહિત ખેડુતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થતાં લાખો લીટર પાણીનો વેડફાટ થતાં તે પાણી કોઠંબા ગામની સીમમાં આવેલા ખેતરોમાં ફરી વળ્યા છે. ત્યારે ખેડુતો અને ગામના સ્થાનિક રહિશો દ્વારા આ સમસ્યા અંગે પાણી પુરવઠા વિભાગને અનેકવાર રજુઆતો કરવા છતાં પણ ભંગાણ સર્જીત પાઈપલાઈનને બદલવા માટે કોઈક કારણોસર પાણી પુરવઠા વિભાગ દ્વારા ઉદાસીનતા સેવી રહ્યા છે. મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના જોસીયાના મુવાડા ગામે આવેલા સંપથી કોઠંબા ગામમાં લઈ જતી પાણી પુરવઠા વિભાગની પાઈપલાઈનમાં છેલ્લા 10/15 દિવસથી કોઈક કારણોસર ભંગાણ સર્જાતા પાણીનો ભારે વેડફાટ થઈ રહ્યો છે. પાણી કોઠંબા ગામની સીમમાં આવેલા ખેતરોમાં ફરી વળ્યા છે. જેના પરિણામે ગામના રહિશો તેમજ ખેડુતોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. કોઠંબા ગામના રહિશો અને ખેડુતો દ્વારા આ સમસ્યાના નિવારણ માટે પાણી પુરવઠા વિભાગને પાઈપ બદલવાની કામગીરી અંગે અનેકવાર રજુઆતો કરવા છતાં કોઈક કારણોસર ખેડુતોની આ સમસ્યાનુ નિરાકરણ લાવવામાં આવી રહ્યુ નથી.