લુણાવાડાના કોઠંબા ગામે જમીનની તકરારમાં ચાર આરોપીઓને બે વર્ષની સજા ફટકારતી કોર્ટ

કોઠંબા,લુણાવાડાના કોઠંબા ગામે તકરારી મિલ્કતના કેસમાં આરોપીઓ દ્વારા ફરિયાદીની વેચાણ પેટે આપેલી જમીનમાં ફરિાયાદીએ કરેલા કામ બાબતમાં વારંવાર ફરિયાદીને હેરાન પરેશાન કરવામાં આવતા હતા. જમીનમાં મકાન પણ બનાવેલ હતુ. મકાનનો કબ્જો ભોગવટો પણ આ કામના ફરિયાદી ધરાવતા હતા. ત્યારે આરોપીઓએ ફરિયાદના મકાનવાળી જગ્યામાં બદ દાનતના ઈરાદે બળજબરીથી પ્રવેશ કરી મકાનને તાળા મારી મકાનનો કબ્જો લઈ લીધો હતો. તેમજ ગાઇો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. ફરિયાદીએ કોઠંબા પોલીસ મથકે ઈશ્ર્વરભાઈ રામાભાઈ તુરી, પનાભાઈ રામાભાઈ તુરી, ડાહીબેન ઈશ્ર્વરભાઈ તુરી, લીલાબેન પનાભાઈ તુરી તમામ રહેવાસી કોઠંબાનાઓ પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કેસના અનુસંધાનમાં ફરિયાદ પક્ષે મોૈખિક તથા દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવ્યા હતા. અને ફરિયાદી પક્ષના સરકારી વકીલ વાય.એમ.ગોસાઈ દ્વારા રજુઆતો કરવામાં આવી હતી. તકરારી જમીનનો કેસ મહિસાગર જિલ્લાની ચીફ જયુડિ.મેજી.પી.સી.સોનીની કોર્ટમાં ચાલી જતાં આરોપીઓ ઈશ્ર્વરભાઈ રામાભાઈ તુરી, પનાભાઈ રામાભાઈ તુરી, ડાહીબેન ઈશ્ર્વરભાઈ તુરી, લીલાબેન પનાભાઈ તુરીનાઓએ તકસીરવાર ઠરાવી બે વર્ષની સખ્ત કેદની સજા ફરમાવવાનુ હુકમ કરવામાં આવેલ છે. અને દરેક આરોપીએ રૂ.200 દંડ પેટે ભરવાનો હુકમ કરેલ છે. જો આરોપીઓ દંડની રકમ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા કરવાનો હુકમ કરવામાં આવેલ છે. આ ઉપરાંત આરોપીઓને અન્ય કલમો હેઠળ પણ કેદની સજા ફટકારી હતી.