લુણાવાડા,લુણાવાડાના કોઠંબા ખાતે આવેલ બીએસએનએલ કચેરી બની ત્યારથી આજદિન સુધી આગળ પાછળ કે અંદરથી કોઈપણ પ્રકારની સફાઈ ન કરવાથી ભુતિયા મહેલ સમાન બની છે.
બીએસએનએલના ધાંધિયાના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી કોઠંબા પંથકમાં બ્રોડબેન્ડ સુવિધા અને ટેલિફોન સેવા અતી ખરાબ પરિસ્થિતિમાં રહેવાથી સરકારી કચેરી, બેંક અને શૈક્ષણિક સંસ્થાઓ અને પંથકમાં બીએસએનએલની કામગીરી સંપુર્ણપણે અસંતોષજનક રહી છે. અનેક સમસ્યાઓના કારણે ગ્રાહકોમાં ધટાડો થઈ ગયો છે. આજના આધુનિક કોમ્પ્યુટર, ઈન્ટરનેટ યુગમાં ઓનલાઈન સુવિધાનો વપરાશ ફરજીયાત હોવાથી જરૂરી હોય છે. બીએસએનએલ કચેરીમાં કોઈપણ પ્રકારનુ મેન્ટેનન્સ ન કરવામાં આવતા હાલ જંગલી વનસ્પતિ, ઝાડી-ઝાંખરા ઉગી નીકળેલ છે. ભલે પછી તેનાથી ગ્રાહકો કે સરકારી કચેરોને નુકસાન થાય. વારંવાર રજુઆતો કરવા છતાં કર્મચારીઓ કે જવાબદાર અધિકારીઓ આ પવિત્ર જોડા વેલ, પાંદડા ટાવરથી અલગ પાડવા જરા પણ સક્રિય નથી.