- સાઈ હોસ્પિટલમાં ડો સોહમ પટેલ દ્વારા કોણીનું સફળ ઓપરેશન કરતાં પીડીત દર્દીઓ માટે આશાનું કિરણ.
- મોડાસા, અમદાવાદ અને બરોડાની હોસ્પિટલ્સમાં 5 ઓપરેશન અલગ અલગ કરાવ્યા છતાં દર્દીનું હાડકું સંધાયું ન હતું.
- વિરપુરના કુંભરવાડી ગામના 20 વર્ષથી પીડિત દર્દીનું સફળ ઓપરેશન કરતા પીડા માંથી મળી રાહત…
- મધ્ય ગુજરાત માં પ્રથમ વખત કોણીનું સફળ ઓપરેશન સાંઈ હોસ્પિટલમાં કરાતા લુણાવાડાનું તબીબી ગૌરવ વધાર્યું.
લુણાવાડા સાઈ હોસ્પિટલના ખ્યાતનામ ડો.સોહમ પટેલ દ્વારા કિવરપુરના કુંભારવાડી ગામના 20 વર્ષથી પીડિત દર્દીનું સફળ ઓપરેશન કરતા મહીસાગર જિલ્લામાં સૌપ્રથમ હાથની કોણીનું સફળ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કર્યું છે.
સફળ ઓપરેશન કરતા પીડા માંથી મળી રાહત થતાં પીડીત દર્દીઓ માટે આશાનું કિરણ મળ્યું છે. આમ, મધ્ય ગુજરાતમાં પ્રથમ વખત કોણીનું સફળ ઓપરેશન સાંઈ હોસ્પિટલમાં કરાતા લુણાવાડાનું તબીબે ગૌરવ વધાર્યું છે.
આજની ભાગદોડ ભરી અને જીંદગીની મહેનતકક્ષ કામગીરીના કારણે નાની ઉંમરથી જ હાડકાંની બિમારી ધર કરી જાય છે. લોકો ભરજુવાનીમાં જ હાડકાંના બિમારીનો ભોગ બનીને લાચાર જીવન જીવવાનો વારો આવતાં જીંદગીભર ભારે દુ:ખ સહન કરે છે. આ દુ:ખ માંથી છુટકારો મેળવવા માટે આમ તેમ હોસ્પિટલમાં મોંં માંધી ફી ચુકવવા છતાં બિમારી માંથી છુટકારો મળતો નથી. પરંતુ લુણાવાડાના ખ્યાતનામ અને કાબેલ ડો.સોહમ પટેલ દ્વારા જર્મનીમાં અભ્યાસ આધારે વર્ષોના અનુભવના આધારે મહીસાગર જિલ્લામાં સૌપ્રથમ દર્દીની હાથની કોણીનું સફળ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવામાં આવતાં પીડીત દર્દીઓ માટે આશાનું કિરણ મળ્યું છે. હવે મોટા શહેરોમાં મસમોટી રકમ ખર્ચવાને બદલ મહિસાગર જીલ્લાની આસપાસના તાલુકાઓ અને જીલ્લાઓ માંથી આવી બિમારી માંથી પિડાતા દર્દીઓ માટે ધર આંગણે આરોગ્ય સુવિધા પ્રાપ્ત થઈ રહી છે. તે આપણાં માટે ગૌરવ અને સૌભાગ્યરૂપ છે. જેમાં વિરપુર તાલુકાના કુંભારવાડી ગામના કાંતિભાઈ પંચાલને છેલ્લા 20 વર્ષથી ડાબા હાથની કોણી અને ભુજાની તકલીફ હતી. તેમને ખુબ દુખાવો રહેતો હતો અને હાડકા છુટા હતા. 20 વર્ષ પૂર્વે તેમને ફ્રેક્ચર થયું હતું. ત્યાર બાદ તેમણે છેલ્લા 20 વર્ષમા મોડાસા, અમદાવાદ અને બરોડાની હોસ્પિટલ્સમા 5 ઓપરેશન અલગ અલગ કરાવ્યા હતા, પરંતુ ત્યાર બાદ પણ તેમનું હાડકું સંધાયું ન હતું. હાડકામાં 10ભળતનો ગેપ પડી ગયો હતો અને કોણીનો સાંધો ઘસાયીને ખરાબ થઈ ગયેલ હતું. આખરે તેમણે લુણાવાડા ખાતે આવેલ સાઈ હોસ્પિટલ ડો.સોહમ પટેલને બતાવતા તેમને ઓપરેશનની સલાહ આપેલ હતી. ત્યારબાદ સાંઈ હોસ્પિટલમાં તેમનુ હાથની કોણીનું જોઈન્ટ રિપ્લેસમેન્ટ સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ દર્દી સરળતાથી હાથની મુવમેન્ટ કરી શકે છે. કોણીનો સાંધો દુ:ખાવા રહિત બન્યો છે. જેથી 20 વર્ષ બાદ દર્દીએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉપરાંત ડો.સોહમ પટેલએ જોઈન્ટ રિપ્લેસમેન્ટની તાલીમ જર્મનીથી લીધેલ છે અને આવા અનેક જટીલ અઘરા ઓપરેશન લુણાવાડા ખાતે કરેલ છે. જેથી હવે મહીસાગરના દર્દીઓને અમદાવાદ બરોડા જવાની જરૂર નહિ પડે. જેને લઈને દર્દીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.