લુણાવાડા ,મહિસાગર જિલ્લામાં જીએસટી વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં જીએસટીની ચોરી થતી હોવાનુ બિલીંગ પરથી જાણવરા મળી રહ્યુ હતુ. ત્યારે લુણાવાડાના હાર્ડવેરના જીએસટી ચોરી થતી હોવાના અનુમાનને જીએસટી વિભાગે વહેલી સવારથી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. વહેલી સવારથી લુણાવાડાના જાણિતા ધિવાલા હાર્ડવેરને ત્યાં જીએસટીના દરોડા પડ્યા હોવાના સોશિલય મીડિયા ચર્ચાનો વિષય બન્યો હતો. લુણાવાડાના હાર્ડવેરના વેપારીને ત્યારે સવારથી મોડી સાંજ સુધી જીએસટી વિભાગનુ સર્ચ ઓપરેશન ચાલુ રહેતા મોટા પ્રમાણમાં જીએસટી ચોરી પકડાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. ત્યારે જીએસટી વિભાગના દરોડાથી મહિસાગર જિલ્લાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.