લુણાવાડા, લુણાવાડા તાલુકાના હડોડ ગામના દાતી ફળિયાના જયાં આર.એન્ડ બી.ગ્રામ પંચાયત દ્વારા લુણાવાડા વરધરી રોડથી ગામને જોડતો નવીન ડામર માર્ગ બનાવવાની કામગીરી કોન્ટ્રાકટર દ્વારા પ્રારંભ કરાયો હતો. સ્થાનિક રહિશોનુ માનીએ તો લગભગ છ થી સાત મહિના પહેલા માર્ગની કામગીરીની શરૂઆત કરવામાં આવી તે પહેલા ખોદકામ કરવામાં આવ્યુ અને ત્યારબાદ તેની ઉપર મેટલ પાથરવામાં આવ્યા બાદ તંત્ર જાણે આ રોડ બનાવવાનુ જ ભુલી ગયુ હોય તેવી સ્થિતિનુ નિર્માણ થયુ હતુ. આ મેટલ પાથરેલા જોખમી માર્ગ ઉપરથી ગામના 200થી વધુ પરિવારના લોકો આવન જાવન કરે છે. આ રોડ પરના મુખ્ય ગામ પાસે મેટલ પણ ન નાંખતા કોઈ કામ ન થતાં મુખ્ય આવવા-જવા માટેનો માર્ગ પર કિચડના કરના પરેશાની થવા પામી છે. બીજી તરફ પાણી ભરાતા મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે.