- પંચમહાલ સાંસદ અને લુણાવાડા ધારાસભ્ય એ હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી.
- લુણાવાડા કોટેજ હોસ્પિટલ ખાતે તબીબ અને અન્ય સુવિધાના અભાવથી લોકોમાંં રોષ.
ગોધરા,
મહિસાગરના લુણાવાડા થી મલેકપુર જવાના માર્ગ ઉપર આવેલ અરીઠા ગામ પાસેથી ટેમ્પામાં પાધડીના પ્રસંંગમાં જવા માટે લોકો જઈ રહ્યા હતા. ત્યારે સામેથી આવતી કાર સાથે ટેમ્પો અથડાતા ટેમ્પો રોડ સાઈડમાં પલ્ટી ખાઈ ગયો હતો. ટેમ્પો પલ્ટી જતાં ટેમ્પામાં સવાર લોકો પૈકી 5 વ્યકિતના ધટના સ્થળે મોત નિપજાવા પામ્યા હતા. જ્યારે 36 લોકોને ઈજાઓ થતાંં સારવાર અર્થે લુણાવાડા કોટેજ અને ગોધરા સિવિલમાં ખસેડવામાંં આવતાં ગોધરા સિવિલ ખાતે વધુ એક વ્યકિતનું મોત થતાં ટેમ્પો પલ્ટી જવાથી ધટનામાં મૃત્યુ આંંક 6 થવા પામ્યો. શુભ પ્રસંગમાંં જતા રસ્તામાં નડેલ અકસ્માતની ધટનાને લઈ માતમમાંં ફેરવાયો.
મહિસાગરના લુણાવાડા ગઢા ગામેથી સાત તલાવ ખાતે પાધડીના પ્રસંંગમાં ટેમ્પોમાં લોકો સવાર થઈને જઈ રહ્યા હતા. અરીઠા ગામ પાસે સામેથી આવતી કાર અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાતા ટેમ્પો રોડ સાઈડમાં ત્રણ થી ચાર પલ્ટી ખાઈ જતાં ચીસાચીસ થી વાતાવરણ ગુંંજી ઉઠયુંં હતું. ટેમ્પામાં સવાર લોકો પૈકી પાંચ લોકોના ધટના સ્થળે મોત નિપજાવા પામ્યા હતા. જ્યારે 42 જેટલી વ્યકિતઓને ઈજાઓ થતાં તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે લુણાવાડા કોટેજ હોસ્પિટલ તેમજ ગોધરા સિવિલ હોસ્પિટલમાંં ખસેડવામાં આવ્યા હતા. જેમાં ગોધરા ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ 1 વ્યકિતનું મોત નિપજાતા અકસ્માતની ધટનામાં મૃત્યુ આંક 6 વ્યકિતના મોત નિપજાવા પામ્યા છે. લુણાવાડા નજીક અકસ્માતની ધટનામાં 6 વ્યકિતઓના મોત અને 36 જેટલી વ્યકિતઓને ઈજાઓ થવાની ધટનાની જાણ થતાં લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ધારાસભ્ય દ્વારા અકસ્માતની ધટનામાં મૃત્યુ પામેલા અને ઈજાગ્રસ્તોને મુખ્યમંત્રી રાહત ફંડ માંથી સહાય આપવા માંગ કરવામાંં આવી. અકસ્માતની ધટના બાદ લુણાવાડા કોટેજ હોસ્પિટલ ખાતે તબીબો તેમજ અન્ય સુવિધાના અભાવ અંંગે લોકોએ ભારે રોષ વ્યકત કર્યો.
બોકસ: અકસ્માતની ધટનામાં મૃતકોની યાદી….
- નરેશભાઈ ભગાભાઈ તરાલ ઉ.વ. 40, ગઢા.
- જયંતિભાઈ મસુરભાઈ તરાલ ઉ.વ.45, રાજગઢ.
- વાધાભાઈ મસુરભાઈ બારીયા ઉ.વ.70, નાની પાલ્લી.
- અરવિંદભાઈ નાનાભાઈ બારીય ઉ.વ. 45 નાની પાલ્લી.
- રમણભાઈ સુખાભાઈ તરાલ ઉ.વ.50, ગઢા.
- નાનાભાઈ ઝવરાભાઈ ચોકિયાત ઉ.વ.70, ગઢા.