લુણાવાડા મુકામે આવેલ આર.એફ.ઓ. વિસ્તરણ રેન્જના રોજમદારને સળંગ નોકરી ગણી નોકરીમાં પુન: સ્થાપિત કરવા મજૂર અદાલત ગોધરાનો આદેશ

મહીસાગર જીલ્લાના લુણાવાડા મુકામે આવેલ આર એફ વિસ્તરણ રેન્જ કચેરીમાં તારીખ 1/1/95 થી રોજમદાર તરીકે ફરજ બજાવતા રણછોડભાઈ તીતાભાઈને કોઈપણ જાતના વ્યાજબી કારણો સિવાય છટણીના બહાના હેઠળ આઈડી એક્ટની કલમ 25 એચનો ભંગ કરી 25/7/97 ના રોજ થી નોકરી માંથી છૂટા કરી દીધેલ જે બાબતે અરજદારે ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ.એસ.ભોઈનો સંપર્ક કરતા ફેડરેશન દ્વારા સરકાર વિરૂદ્ધ ઔદ્યોગિક વિવાદ ધારા 1947ની કલમ 10(1) એક હેઠળ વિવાદ ઉપસ્થિત કરેલ જેમાં નામદાર મજૂર અદાલત ગોધરા સમક્ષ રેફરન્સ કેસ નંબર 200/14 ઉપસ્થિત કરે જે વિવાદ ચાલી જતા કેસમાં પડેલા પુરાવા આધારિત ફેડરેશનના પ્રમુખ એ.એસ. ભોઈ અને એડવોકેટ એસ.એ.ભોઈ દ્વારા વિગતવાર લંબાણ પૂર્વક મજૂર અદાલતના ગોધરા સમક્ષ દલીલો કરતા ન્યાયાધીશ એચ.એ.મકાએ અરજદારને તારીખ 12/4/23 ના રોજ આર.એફ.ઓ. વિસ્તરણ રેન્જ દ્વારા ઔદ્યોગિક વિવાદ ધારાની કલમ 25નો ભંગ કરી છુટા કરવાનું સરકારનું પગલુ ખોટું અને ગેર વ્યાજબી જાહેર કરી અરજદારને તેમની મૂળ જગ્યાએ પુન: સ્થાપિત કરવા તથા વિવાદના ખર્ચ પેટે રૂ5,000 ચૂકવી આદેશ ફરમાવેલ છે. આમ, ગરીબ અને આદિવાસી પરિવારને 25 વર્ષ પછી ન્યાય મળતા આનંદવિભોર બનેલ છે.

Don`t copy text!