લુણાવાડાના મલેકપુર પંથકમાં વાતાવરણથી તુવેર અને ધાસચારાની નુકશાનની ભીંતિ

મલેકપુર,

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર પંથકમાં વહેલી સવાર થીજ વાદળ છાયું વાતાવરણ જોવા મળ્યું હતું અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જો માવઠું થાય તો બહુ ચણાને નુકશાન થાય તેવી ભીંતી સેવાઈ રહી છે. ખેડૂતોમાં કભી ખુશી કભી ગમ જેવી પરિસ્થિતિ મોટા પ્રમાણમાં તુવેર જેવા પાકોને ધાસ ચારાને નુકશાનથી ભીતિ સેવાઈ રહી છે. ડબલ સીઝનને લઇને રોગચાળો પણ વધી શકે તેમ છે.

મહીસાગર જીલ્લામાં આજે સવારથી વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે. ખાસ કરીને તુવેર, ઘઉં સહિતના પાકને નુકશાન થવાની ભીતી સેવાઈ રહી છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા પંથક સહિત વાતાવરણમાં પલટો આવ્યો હતો.