લુણાવાડા, લુણાવાડાના ઉંદરા ચોકડી પાસે પુરપાટ આવતી બસનો બાઈક સાથે અકસ્માત સર્જાતા બાઈક સવાર મહિલા પર બસના તોતિંગ પૈડા ફરી વળતા મહિલાનુ ધટના સ્થળે મોત નીપજયું હતુ. જયારે બાઈક ચાલકને ઈજાઓ પહોંચી હતી.
લુણાવાડા તાલુકાના લુણાવાડા ધોળીડુંગરી હાઈવે માર્ગ પર ઉંદરા ચોકડી પાસે માણસાથી ઝાલોદ જતી એસ.ટી.બસના ચાલકે પોતાના કબ્જાની બસ પુરપાટ હંકારીને બાઈકને ટકકર મારતા બાઈક પર સવાર મહિલા અને ચાલક રોડ પર પટકાયા હતા. બસના તોતિંગ પૈડા મહિલા પર ફરી વળતા મહિલાનુ ધટના સ્થળે મોત નીપજયું હતુ. જયારે બાઈક ચાલકને ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં મૃત પામેલ મહિલા વિરપુર તાલુકાના નુરપુર અલુજીની વાવ ગામની દક્ષાબેન પરમાર હોવાનુ જાણવા મળ્યુ હતુ. ધટના સંદર્ભે એસ.ટી.ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવવા પામ્યો હતો.