મહિસાગર જિલ્લામાંથી નીકળતા સ્ટેટ હાઈવે નં.-5 દિલ્હી-મુંબઈ માટે સેતુ સમાન છે. પરંતુ હાઈવેમાં ઠેર ઠેર ખાડા જોવા મળે છે. જોકે ભારે વરસાદ વરસતા ગુજરાત હાઈવે નં.-5 ઉપર ખાડાઓ પડતા વાહનચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. તેમ રોડની કામગીરીની ગુણવત્તાને લઈ પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ વરસાદના પગલે ખાડાઓનો હાઈવે હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો બીજી તરફ વાહનચાલકો પણ તંત્ર સામે આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં આ મામલે ચોકકસ પગલા ન લેવાય તો વધતા જતા અકસ્માતોમાં હજુ પણ વધારો થશે તે નકકી છે. હાલમાં રોજીંદા અપડાઉન કરનારાઓ સહિત તમામ વાહનચાલકો ખાડાઓના કારણે નુકસાની ભોગવી રહ્યા છે. આ હાઈવેના ખાડાનુ ઝડપી સમારકામ કરાય તેવુ ઈચ્છી રહ્યા છે.