લુણાવાડામાં સાવકી માતાએ માસુમ બાળકને ડામ આપ્યા : પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

લુણાવાડા,

લુણાવાડાના મધવાસ દરવાજા વિસ્તારમાં રહેતા મહંમદઅલી હબીબભાઈ વરાળીયા તેમની પત્નિ અને 4 બાળકો સાથે રહે છે અને ઉમરગામમાં હોટેલમાં મેનેજર તરીકે નોકરી કરે છે. જયાં 1 મહિનો હોટેલમાં નોકરી કરી 15 દિવસ પત્નિ અને બાળકો સાથે લુણાવાડા આવીને રહે છે. મહંમદઅલીએ વર્ષ-2014માં પોતાની પ્રથમ પત્નિ સાથે લગ્ન કર્યા હતા. જેમાં સંતાનમાં તેમને બે છોકરાઓ છે જેમાં મોટો બાળક 7 વર્ષનો અને બીજો 2.5 વર્ષનો છે. પરંતુ તેઓને તેમની પત્નિ સાથે મનમેળ નહિ મળતા પત્નિ સાથે વર્ષ-2020માં સામાજિક રીતે તલાક લઈ લીધી હતી. ત્યારબાદ વર્ષ-2022માં તેઓએ કુલસુમબીબી સાથે બીજા લગ્ન કર્યા હતા. જેમાં કુલસુમબીબીને પહેલા લગ્ન કર્યા હતા જેમાં બે સંતાનો હતા એમ મળી કુલ 4 બાળકો સાથે કુલસુમબીબી પતિ સાથે લુણાવાડા રહે છે અને પતિ ઉમરગામ હોટેલમાં નોકરી હતો ત્યારે મહંમદઅલીના 7 વર્ષના બાળકને સાવકી માતાએ નિર્દયતાથી ગરમ ચિપીયા વડે ડામ આપ્યા હતા. જયારે બાળક શાળાએ ગયુ અને તેના શરીર પર આવા નિશાન જોઈને શાળાના શિક્ષકો પણ અચંબામાં પડી ગયા હતા. અને બાળકના પિતાને ટેલિફોન કરીને જાણ કરી હતી. ત્યારબાદ બાળકના પિતાએ તેમની પત્નિને બાળકને માર મારવા અંગે પુછતા તેને જણાવ્યુ હતુ કે, તે વધારે તોફાન કરતો હોવાથી ગરમ ચીપીયા વડે માર માર્યો હતો. જેથી તેને શરીર પર છાલા પડી ગયા છ. બાળકના પિતા ધરે આવીને જોતા બાળકને બંને પગને ભાગે ગરમ ચીપીયાથી માર મારવાથી છાલા(ડામ)પડી ગયા હતા. તેમજ ડાબી આંખ નીચેના ભાગે કાળુ ચાઠું પડી ગયુ હતુ અને માથાના ભાગે અને કમરના ભાગે ઈજાઓ પહોંચેલી હતી. બાળકને સારવાર કરાવ્યા બાદ પિતાએ પત્નિ સામે લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સાવકી માની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.