લુણાવાડા,
લુણાવાડા નગરમાં આવેલ સાત્વિક એપાર્ટમેન્ટની પાર્કિંગવાળી ખુલ્લી જગ્યામાં લટકતા વીજ વાયરો તથા મીટરો એમજીવીસીએલની ધોર બેદરકારી સામે આવી છે.
લુણાવાડા નગરમાં પટેલ સો મીલની સામે આવેલી સાત્વિક એપાર્ટમેન્ટમાં પાર્કિંગવાળી ખુલ્લી જગ્યામાં વીજ કનેકશનોને જોડતા મિટરો બેસાડયા છે. છેલ્લા કેટલાક સમયથી આ વીજ મીટરો કોઈ આકસ્મિક દુર્ધટનાને નિમંત્રણ આપી રહ્યા છે. વીજ કનેકશનો માટે જે મીટરો બેસાડ્યા છે. તે પણ વાયર ઉપર લટકીને તે મીટરોના બોકસ ઝોલા ખાઈ રહ્યા છે. આ લટકતા જોખમી વીજ વાયરો આ ફલેટોમાં વસતા લોકો માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે. આ બાબતે એમજીવીસીએલ તંત્રના સત્તાધિશો દ્વારા ધોર ઉદાસીનતા સેવવામાં આવી રહી છે. તંત્ર દ્વારા આ બાબતે ત્વરિત ઘ્યાન દોરીને દિવાલ ઉપર મોટુ લાકડાનુ બોર્ડ લગાવીને તે તમામ મીટર તે લાકડાના બોર્ડમાં ફીટ કરે અને લટકતા વાયરના ઝુમખાઓને પણ યોગ્ય રીતે ફીટ કરે તેવી માંગણી ઉઠવા પામી છે. બીજી આ ફલેટના રહિશોને જે લાઈટ બિલો આપવામાં આવે છે તે પણ ડોર ટુ ડોર સમયસર મળતા નથી. મીટર રીડરો દ્વારા ગમે તે સ્થળે લાઈટ બિલો મુકીને જતા રહેતા હોવાથી ગ્રાહકોને ધણીવાર લાઈન કપાઈ જવાના કે લેટ ફી ભરવા માટે વિવશ થવુ પડે છે. મીટર રીડરો દ્વારા આપવામાં આવતા લાઈટબીલો મીટર ગ્રાહક પ્રમાણે ડોર ટુ ડોર અને સમયસર આપવામાં આવે તેવી પણ રહિશોની માંગ છે. આ ફલેટમાં જે જગ્યાએ પાણીના બોર છે તેની સામેની ખુલ્લી જગ્યામાં પણ મીટરો તથા જોખમી વાયરોના ઝુમખાઓ અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે. તંત્ર દ્વારા આ બાબતે ત્વરિત કામગીરી કરીને તમામ મીટરો તથા લટકતા વીજ વાયરોની યોગ્ય ગોઠવણી કરીને કોઈ આકસ્મિક દુર્ધટનાને રોકી શકવા માટે તજવીજ હાથ ધરાય તેવી માંગ કરાઈ રહી છે.