લુણાવાડામાં મહિલાને મોબાઈલ ફોન ઉપર મારી નાખવાની ધમકી આપનાર ઈસમ ચંદ્રકાત દરજીને 6 માસની સજા ફટકારતી લુણાવાડા કોર્ટ

લુણાવાડા,લુણાવાડા બસ સ્ટેન્ડ પાછળથી આરોપી ઈસમ દ્વારા પોતાના મોબાઈલ નંબર ઉપર થી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તે અંગેનો ગુનો લુણાવાડા પોલીસ મથકે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કેસ લુણાવાડા એડી ચીફ જયુડીશીયલ મેજીસ્ટેટની કોર્ટમાં ચાલી જતાં આરોપી ઈસમને ત્રણ માસની સજા ફટકારવામાં આવી.

લુણાવાડા બસ સ્ટેન્ડ પાછળથી 26 જુલાઈ 2020ના રોજ આરોપી ઈસમ ચંદ્રકાંત દેવીલાલ દરજી રહે. કુંભારવાડા, ઝાલોદ રોડ, લીમખેડા દ્વારા પોતાના મોબાઈલ નંબરથી અશોકભાઇ બાબુભાઇ ડામોરના મોબાઈલ ફોન ઉપર ફરિયાદીની બહેનને મારી નાખવાની ધમકી આપેલ હતી. જેથી લુણાવાડાપોલીસ મથકે 507, 506(ર),501 મુજબ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કેસમાં ચાર્જશીટ રજુ થતાં લુણાવાડા એડી.ચીફ જયુડીશીયલ મેજીસ્ટેટ એમ.એમ.પરમારની કોર્ટમાં આ કેસ ચાલી જતાં સરકારી વકીલ વાય.એસ.ગોસાઈની દલીલોને ધ્યાને લઈ આરોપી ચંદ્રકાત દેવીલાલ દરજીને 6 માસની સાદી કેદની સજા ફટકારી તેમજ 15,000/-દંડ માંથી 10 હજાર ફરિયાદીને ચુકવવાનો હુકમ કરવામાં આવ્યો.