લુણાવાડામાં ડબગરવાસમાં એક જ જ્ઞાતિના બે જુથો વચ્ચે પથરાવ

લુણાવાડા, મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાના મોટા ડબગરવાસમાં લઘુમતિ સમાજના બે જુથો વચ્ચે જુથ અથડામણ થઈ હતી જેને પગલે ભારે તંગદીલી સાથે પથ્થરમારો થયો હતો.જોકે આ સમગ્ર વિગત ફટાકડા ફોડવા બાબતે થઈ હોય તેવુ જાણવા મળેલ છે.

લધુમતિ સમાજના ધાંચી અને મરાણી સમાજના જુથો વચ્ચે ફટાકડા ફોડવા બાબતે આંતરિક બબાલ થઈ હતી. લગ્ન સમયે વરઘોડો જઈ રહ્યો હતો જેમાં ફટાકડા અહિં ન ફોડવા કહેતા મકરાણી સમુદાયના લોકોને ધાંચી વિસ્તારમાં ભારે તોડફોડ કરી હતી. જોકે મહિસાગર પોલીસ સમયે આવી જતા કોઈ અનીચ્છનીય બનાવ ન બન્યો હતો. જુથ અથડામણમાં સાતેક જેટલા ધાંચી સમાજના લોકોને ગંભીર ઈજાઓ થવા પામી હતી. મકરાણી સમુદાયના કેટલાક ઈસમો દ્વારા ધાંચી સમાજના કેટલાક ઈસમો દ્વારા ધાંચી સમાજના કેટલાક લોકોના ધરોમાં ધુસી કાચ સહિત સામગ્રીને ભારે નુકસાન કર્યુ હતુ. જોકે કેટલાક ઈસમોએ તિક્ષ્ણ હથિયાર વડે પણ હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. ઈજા પામેલા વ્યકિતઓને તાત્કાલિક ધોરણે જિલ્લાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને તેઓની તાત્કાલિક ધોરણે સારવાર કરવામાં આવી હતી. જેમાં એક ઈસમને વધુ ઈજાઓ થતાં વધુ સારવાર અર્થે ગોધરા ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી આગળ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.