લુણાવાડામાં આવેલ 42 ગામ લેઉવા પાટીદાર સમાજનું ગૌરવ વધારતા ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓ

મહિસાગર,મહીસાગર જીલ્લાના વડુ મથક એવા લુણાવાડામાં આવેલ 42 ગામ લેવા પાટીદાર સમાજ આવેલ છે. જેમાં હાલમાં લેવાયેલી ધોરણ-10 અને 12ની પરીક્ષાના રિઝલ્ટોમાં રાજ્યકક્ષાએ તથા જીલ્લા કક્ષાએ વિદ્યાર્થીઓએ પોતાનું અને માતા પિતા તથા શાળાનું અને સમાજનું નામ રોશન કર્યું હતું. જેમાં ધોરણ 10માં (1) પટેલ વિશ્ર્વા બેન સંજયભાઈ પટેલ ગામ મોટી ચરેલ જેવોને 600 માંથી 591 તથા (2) પટેલ વિશ્ર્વાબેન પિયુષભાઈ ગામ ખોડાઆંબા જેવો 600 માંથી 589 અને (3) પટેલ પ્રેમ પ્રદીપભાઈ ગામ દલખુડિયા જેવો એ 600 માંથી 584 ગુણ મેળવેલ હતા. આ જ રીતે ધોરણ-12 સાયન્સ પ્રવાહમાં પટેલ નીલ કુમાર કનુભાઈ ગામ મેડજીના મુવાડા જેવો એ 650 માંથી 601 તેવી જ રીતે સીબીએસસીમાં પટેલ જીસકુમાર સંજયભાઈ ગામ નવા કારવા જેવો એ 500 માંથી 453 ગુણ મેળવી મેળવ્યા હતા. આમા, ધોરણ-10માં વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ પણ સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ અનુરૂપ 42 ગામલેઉવા પાટીદાર સમાજના પ્રમુખ મણીલાલ ભુરાભાઈ પટેલ તથા તેઓના સભ્યો દ્વારા આ સારા પરિણામ મેળવતા વિદ્યાર્થીઓના વાલીને તથા વિદ્યાર્થીઓને શુભેચ્છા તથા આવનાર ભવિષ્ય માટે અને આ જ રીતે સમાજનું નામ રોશન કરે તેના માટે આશીર્વાદ અને શુભેચ્છા આપી હતી અને આ જ રીતે આગળ પણ બીજા વિદ્યાર્થીઓ સમાજનું નામ રોશન કરે તેવી વાત કરી હાલમાં લેવાયેલી દરેક પરીક્ષામાં પાસ થયેલા 42 લેવા પાટીદાર સમાજ માંથી આવતા વિદ્યાર્થીઓ ને શુભેચ્છાઓ આપી હતી.