લુણાવાડા લુણેશ્વર યજ્ઞશાળા ખાતે ભૂદેવો નૂતન યજ્ઞોપવિત ધારણ કરી હર હર મહાદેવનો જયઘોષ કર્યો

શ્રાવણી પૂર્ણિમાએ ઉજવાતા રક્ષાબંધન અને યજ્ઞોપવિત સંસ્કાર જેવાં પવિત્ર પર્વોમાં હાથે બંધાતી રાખડી જે રક્ષાસૂત્ર અને દેહ પર ધારણ કરાતી જનોઇ કે જે ઉપવીત-સૂત્ર કે બ્રહ્મસૂત્રના તંતુઓના તાણાવાણામાં પણ અનેક સામાજિક અને ધાર્મિક મૂલ્યો વણાયાં છે. રક્ષાબંધન પર્વ શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે શાસ્ત્રોક્ત વિધિથી નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાનો કાર્યક્રમ લુણેશ્વર મંદિર પાસે આવેલ યજ્ઞશાળા ખાતે યોજાયો હતો. મહીસાગર જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ રાજયકક્ષા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભૂદેવોએ પવિત્ર પર્વે નૂતન યજ્ઞોપવિત ધારણ કરી હતી વેદાચાર્ય જીજ્ઞેશભાઈ શુક્લ શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞોપવિત ધારણ કરાવી હતી. ભૂદેવોએ વિશ્વ કલ્યાણની ભાવના સાથે મહાદેવની આરતી સાથે હર હર મહાદેવનો જયઘોષ કર્યો હતો.