- કોટેજ હોસ્પિટલના કર્મચારીએ આપધાત કરતાં હોસ્પિટલ વિવાદમાં આવી.
લુણાવાડા, મહિસાગર જીલ્લાના લુણાવાડા ખાતે આવેલ સરકારી કોટેજ હોસ્પિટલમાંં ક્ષય કેન્દ્ર ખાતે નોકરી કરતાંં કર્મચારી મનોજ પટેલ એ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું છે. મૃતકએ મરતા પહેલા લખેલ સુસાઈટ નોટમાં હોસ્પિટલના ર્ડાકટર ધર્મેન્દ્રભાઈ ચૌહાણ નશાની હાલતમાં ફોન ઉપર મનોજ પટેલને ધમકી આપતાં કર્મચારીએ જીવન ટુંકાવી નાખ્યુંં હતું. કોટેજ હોસ્પિટલના કર્મચારીનો આપધાત કરી લેવાના બનાવની જાણ થતાં લુણાવાડા પોલીસ ધટના સ્થળે દોડી આવી આગળની તપાસ હાથ ધરી છે. કોટેજ હોસ્પિટલ વધુ એક વખત વિવાદોમાં સપડાઈ છે.