મલેકપુર, કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી પ્રો. ડો. કુબેરભાઈ ડિંડોર લુણાવાડા તાલુકાના લુણાવાડા વિશ્રામ ગૃહ ખાતે કેન્દ્ર સરકાર પુરસ્કૃત ફંડ અને ગુજરાત રાજ્ય સરકાર, પશુપાલન ખાતા, EMRI GHS દ્વારા સંચાલિત નવીન મોબાઈલ વેટરનરી યુનિટ (ફરતા પશુ દવાખાના)ને લીલી ઝંડી આપી પશુઓની સેવામાં લોકર્પિત કર્યું.
પશુપાલન ક્ષેત્રે પણ ગુજરાત હરહંમેશ અગ્રેસર રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહામૂલા પશુધન માટે પશુપાલકોના ઘર આંગણે નિ:શુલ્ક પશુચિકિત્સા સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
ગુજરાત સરકારની આ સફળ યોજનાના આધારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા નવી મોબાઈલ વેટરનરી યુનિટની યોજના અમલમાં મૂકવામાં આવી છે.
આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, જીલ્લા કલેકટર નેહા કુમારી,જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ, પ્રોબેશનલ આઈ.એ.એસ મહેક જૈન, પશુપાલન અધિકારી, પશુપાલન વિભાગના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.