
લુણાવાડા, મહિસાગર જીલ્લાના લુણાવાડા ખાતે પાણી પુરવઠા વિભાગના જલ ભવનનું નિર્માણ કામ ચાલી રહ્યુંં હતું. જલ ભવન બિલ્ડીંગની કામગીરી હલ્કી ગુણવતાની હોય કોન્ટ્રાકટરને નોટીસ આપી બાંધકામ તોડવામાં આવ્યું.
મહિસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે પાણી પુરવઠા વિભાગની બિલ્ડીંગ જલ ભવનનું નિર્માણ કાર્ય પાણી પુરવઠા અધિકારીની દેખરેખ હેઠળ કોન્ટ્રાકટર દ્વારા કરાઈ રહ્યુંં હતું. નવા બાંધકામ થતાં જલ ભવનના મટીરીયલ્સના નમુના લઈ પૃથ્થકરણ કરવામાં આવતાં સેમ્પલ ફેલ આવ્યા હતા. જેને લઈ પાણી પુરવઠા અધિકારી દ્વારા કોન્ટ્રાકટરને નોટીસ આપીને હલ્કી ગુણવત્તાથી થયેલ બાંધકામ તોડવા જણાવાયુંં હતું. આજરોજ નિર્માણાધીન બિલ્ડીંંગના બાંધકામને તોડી નાખવામાં આવ્યું. સરકારી કચેરીના બિલ્ડીંગના બાંધકામમાં હલ્કી ગુણવતાનું મટીરીયલ્સ વાપરીને આચરવામાં આવતાં ભ્રષ્ટાચાર ખુલ્લો પડતા નિર્માણ થતાં બિલ્ડીંગના બાંંધકામને તોડવામાં આવ્યું. જે સરકારી બાંધકામોના ચાલતા ભ્રષ્ટાચારના પુરાવા સમાન ગણાવી શકાય.
લુણાવાડા જલ ભવન નવા બિલ્ડીંગનું નિર્માણ કામગીરી નમુના ક્ધસ્ટ્રકશન ડીલ્સ એજન્સીને સોંંપવામાં આવી હતી. બાંધકામ સાઈડમાં ડીઝાઈન તેમજ કયુબ ટેસ્ટના સેમ્પલ ફેલ આવતાં કાર્યવાહી કરી બાંધકામ તોડયું.