લુણાવાડા ખાતે જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારીએ જિલ્લામાં યોજાનારા યોગ દિવસની ઉજવણી સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજી

  • સ્વય અને સમાજ માટે યોગની થીમ સાથે 21મી જુને પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા સહિત જિલ્લાના વિવિધ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરાશે
  • વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બનવાં મહીસાગરનગરજનોને કલેક્ટરશ્રીની અપીલ

આજરોજ કલેક્ટર કચેરી મિટિંગ હોલ ખાતે જિલ્લા કલેક્ટર નેહા કુમારીના અધ્યક્ષસ્થાને આંતરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં જિલ્લામાં યોજાનારા યોગ દિવસની ઉજવણી સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.જિલ્લા કલેક્ટરએ પત્રકારો સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે, આગામી તા.21મી જુનના રોજ સમગ્ર રાજ્યમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે મહીસાગર જિલ્લામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ,લુણાવાડા ખાતે યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. ઉપરાંત જિલ્લાના આઇકોનિક સ્થળોમાં કડાણા ડેમ સાઇટ, રાઠડાં બેટ,માનગઢ હિલ,સાતકુંડા, ડાયનાસોર પાર્ક, મહાકાલી માતાનું મંદિર,(લુણાવાડા),કલેશ્વરી,વાવકૂવા,(ખાનપુર), કેદારેશ્વર ધામ(વિરપુર)પસંદગી કરવામાં આવી છે જ્યાં યોગ દિવસ ઉજવાશે.

આગામી તા.21મી જુનના રોજ સમગ્ર રાજ્યમાં સ્વય અને સમાજ માટે યોગની થીમ સાથે આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે, ત્યારે આપણા મહીસાગર જિલ્લામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ,લુણાવાડા ખાતે યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં અંદાજે 2000 થી પણ વધુ લોકોને કાર્યક્રમમાં જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વઘુમાં 21મી જુનના રોજ યોજાનારા વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બનવાં મહીસાગર નગરજનોને કલેક્ટરશ્રીએ અપીલ કરી હતી.આ પત્રકાર પરિષદમાં પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, અધિક નિવાસી કલેકટર સી વી લટા, પ્રાયોજના વહીવટદાર, ડી આર ડી એ ડાયરેક્ટર, પ્રાંત અધિકારીઓ, જિલ્લા યુવા વિકાસ અધિકારી સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.