લુણાવાડા, મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે સીએમ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. ત્યારે મહીસાગર જીલ્લાના લુણાવાડા મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે ભાજપ કાર્યકર્તાઓ સાથે બૃહદ બેઠક યોજાઈ હતી. મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે મુખ્યમંત્રીએ મહીસાગર જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી અને આગામી રણનીતિને લઈ અને માર્ગદર્શન પૂરૂં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી અને તો લોકસભાની ચૂંટણીને લઈને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ આજે મહીસાગર જીલ્લાના પ્રવાસએ હતા. ત્યારે મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે ભુપેન્દ્રભાઈ પટેલે કાર્યકર્તાઓ સાથે બૃહદ બેઠક યોજી હતી. બેઠકમાં મહીસાગર જીલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. બેઠકમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર, પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ, સાંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ, પૂર્વ ધારાસભ્ય અને વડોદરા જીલ્લાના પ્રભારી રાજેશભાઈ પાઠક સહીત પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ. બેઠકમાં મુખ્યમંત્રી દ્વારા ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમમાં મુખ્યમંત્રી પ્રવેશતા જ કાર્યકર્તાઓએ “અબ કી બાર મોદી સરકાર, અબ કી બાર 400 કે પાર”ના લગાવ્યા નારા.