મલેકપુર,લુણાવાડામાં જે.કે.ઑર્ગેનાઈઝશનના સહયોગથી જે.કે.લક્ષ્મી સિમેન્ટ લીમિટેડ દ્વારા જીલ્લાપંચાયત ભવન ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.
મહાત્મા ગાંધીએ કહ્યું છેકે, તમારી જાતને શોધવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમે બીજાની સેવામાં તમારી જાતને ગુમાવી દો.
જે.કે. સંસ્થા દ્વારા લુણાવાડામા આજરોજ સ્વર્ગસ્થ હરિશંકર સિંઘાનિયાની 91મી જન્મજયંતિ નિમિત્તે તારીખ 20.06.2024ના રોજ સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી રાખવામા આવ્યો.
જીલ્લાપંચાયત પંચાયત ભવન, બીજો માળ લુણાવાડા, જીલ્લામહીસાગર ખાતે યોજાઈ. જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કર્યુ હતું. આ કેમ્પમાં ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી મહીસાગરના વાઈસ ચેરમેન ડોક્ટર મહેશભાઈ શુક્લ તથા જે.કે. લક્ષ્મી સિમેન્ટ મહીસાગરના ડિસ્ટીબ્યુટર્સ વિજુભાઈ હાજર રહ્યા હતા.