લુણાવાડાની શ્રી પી.એન.પંડ્યા આર્ટસ કોમર્સ સાયન્સ કોલેજ વિધાર્થીઓએ ભાઈઓ-બહેનો બંને વિભાગની કુસ્તી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી જીલ્લાનું ગૌરવ વધાર્યું

શ્રીગોવિંદ ગુરૂ યુનિવર્સિટી આયોજીત કુસ્તી સ્પર્ધામાં લુણાવાડાની શ્રી પી. એન. પંડ્યા આર્ટસ કોમર્સ સાયન્સ કોલેજ વિધાર્થીઓએ ભાઈઓ-બહેનો બંને વિભાગની કુસ્તી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે. ભાઈઓ અને બહેનોની કુસ્તી સ્પર્ધા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ બારીયાના યજમાન પદે યોજાયેલ હતી. જેમાં શ્રી પી.એન.પંડ્યા આર્ટસ કોમર્સ સાયન્સ કોલેજ લુણાવાડા વિદ્યાર્થીઓએ ભાઈઓ વિભાગમાં (1) ભોઈ કિસાન (2 ) પટેલ હર્ષ (3) રાઠોડ વિશાલ (4) માલીવાડ કેતુલ 4 ગોલ્ડ મેડલ મેળવ્યા છે અને બહેનોના વિભાગમાં શ્રી.પી.એન. પંડ્યા આર્ટસ કોમર્સ સાયન્સ કોલેજ લુણાવાડાની (1) પગી સોનલ (2)ડામોર સપના (3) પટેલ ઈશીતા અને (4)પટેલ અર્ચના ચાર ગોલ્ડ મેડલ મેળવી ચેમ્પિયન બને છે. આ ગૌરવપૂર્ણ સિઘ્ધિ બદલ કોલેજના પ્રિન્સિપાલ અલ્પેશ પંડ્યા, આર્ટ્સના પ્રિન્સિપાલ જે.પી. ચૌધરી તથા તમામ સ્ટાફ તરફથી ફિઝિકલ ડાયરેક્ટર ડો.આઈ.વી ડામોર તથા તમામ ખેલાડીઓ ભાઈઓ તથા બહેનોને આગામી નેશનલ ટુર્નામેન્ટ માટે સારૂં પ્રદર્શન કરે તે માટે ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી છે.