
લુણાવાડા,
લુણાવાડા હોમેગાર્ડ યુનિટ માં ફરજ બજાવતા વણકર નારણભાઈ પરાગભાઈ નું અવસાન થયેલ હતું. તો તેમને હોમગાર્ડ વેલ્ફેર ફંડ માંથી રૂ.1,55,000/- નો ચેક આજ રોજ તેમના પરીવારના સભ્યને આપવામાં આવ્યો હતો.
મહિસાગર જિલ્લાના જિલ્લા કમાન્ડર ભૂમિરાજસિંહ સોલંકી ઓફિસર કમાન્ડિંગ ઇન્દ્રપાલસિંહ જાદવ તથા મગનભાઈ તથા અલ્પેશભાઈ તેમજ બીજા કર્મચારીઓ હસ્તક ચેક તેમના પરિવારને અર્પણ કરવામાં આવ્યો હતો.