લુણાવાડા ગાંધી કુટીર ખાતે પેન્શનર્સ સિનિયર સીટીઝન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોગ શિબિર યોજાઇ

  • જીલ્લા કલેકટર નેહાકુમારીના માર્ગદર્શન હેઠળ શાળાઓ,કોલેજો,સંસ્થાઓમાં યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિરો યોજાઇ રહી છે.

મહીસાગર, 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી થનાર છે. ત્યારે મહીસાગર જીલ્લામાં લોકો વધુમાં વધુ યોગ સાથે જોડાય તે માટે જીલ્લા કલેકટર નેહાકુમારીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર અને યોગ બોર્ડ દ્વારા શાળાઓ કોલેજો, સંસ્થાઓમાં યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિરો યોજાઇ રહી છે. જેના ભાગરૂપે લુણાવાડા ગાંધી કુટીર ખાતે પેન્શનર્સ સિનિયર સીટીઝન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોગ શિબિર યોજાઇ હતી. જેમાં સિનિયર સીટીઝનના પ્રમુખ જયંતિલાલ પટેલ, યોગ ટ્રેનર વિનોદભાઇ ચાવડા, યોગ જીલ્લા કો ઓર્ડિનેટર સુનિલ જોશી સહિત સિનિયર સિટીજન મંડળના સભ્યો જોડાયા હતા.

શિબિરમાં પંતજલીના યોગા પીઠાચાર્ય વાડીલાલ. એસ. પટેલે આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી 82 વર્ષની ઉંમરે પણ વિવિધ આસનો અને બાહય પ્રાણાયામ જેવી યોગિક ક્રિયા બતાવી હતી. આ યોગ શિબિરમાં 21 જૂન કોમન યોગા પ્રોટોકોલ પ્રમાણે બધાને ઉપયોગી એવા વિવિધ યોગાસનો સુક્ષ્મ વ્યાયામ અને પ્રાણાયામ લાફિંગ થેરાપી કરવામાં આવ્યા હતા. વધુમાં જીવન તનાવમુકત બને તેવું જ્ઞાન અને તે સમાજને ઉપયોગી પ્રેરણાદાયી બને તેવી સમજ આપવામાં આવી હતી.તેમજ સીનીયર સિટીજન્સને જોઈ યુવા વર્ગ યોગ કરવા પ્રેરાય તે માટે પ્રેરક બનવા સંદેશ પાઠવ્યો હતો.