દિવડાકોલોની, કડાણા તાલુકાના સંઘરી કેનાલમાં લુણાવાડા તરફથી મુસાફરો ભરીને આવતી રિક્ષા ફિલ્મી ઢબે મુખ્ય રસ્તો છોડી રોન્ગ સાઈડમાં આવેલ કેનાલમાં ખાબકી હતી. અંદર સવાર મુસાફરો કંઈ સમજે તે પહેલા રિક્ષા સહિત કેનાલમાં પાણીમાં ડુબવા લાગ્યા હતા. જયારે નશામાં ધુત રિક્ષા ચાલક મુસાફરોને છોડી બાજુના ખેતરમાંથી ભાગી ગયો હતો. ખેતરમાં કામ કરતા ખેડુતો દ્વારા તાત્કાલિક કેનાલમાં ઉતરી મુસાફરોને હેમખેમ રીતે બચાવી લીધા હતા. આ ધટનાની જાણ કડાણા પોલીસને મળતા પોલીસ ધટના સ્થળે પહોંચી રિક્ષામાં લોકોને પુછતા કડાણા તાલુકાના કેળામુળ ગામના હોવાનુ જણાવ્યુ હતુ. જયારે આ બાબતે પોલીસે ચાલક અંગે પુછતાછ કરી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.