
ગોધરા એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક બી.આર. ડીંડોર ના માર્ગદર્શન આપી તેઓની સાથે લુણાવાડા ડેપોમેનેજર જાગૃતિબેન ગણાવાની દેખરેખ હેઠળ લુણાવાડા એસ.ટી. વર્કશોપ ખાતે તમામ વાહનો અંદર તેમજ બહારથી સફાઈ ચેક કરી, રેમ્પની સફાઈ પણ ચેક કરી તથા લુણાવાડા બસ સ્ટેશન ખાતે પાણીની ટાંકી, શૌચાલય, પ્રાઇવેટ પાર્ટી પાર્કિંગ, સ્ટાપ રૂમ તમામ જગ્યા ઉપર જાતે હાજર રહી સફાઈ અભિયાન હાથ ધર્યું. તેઓએ મુસાફર જનતાને પણ સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.