લુણાવાડાના દળવાઈ સાવલી ગામે પુત્રનું હાર્ટ એટેકમાં મોત થતાં પુત્રનો મોત સહન નહિ થતા માતાનું પણ મોત

  • માતા-પુત્રની અંતિમયાત્રા એક સાથે નિકળતા ગામ હિબકે ચડયું.

લુણાવાડા, ગુજરાત રાજ્યમાં છેલ્લા ધણા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. ત્યારે લુણાવાડામાં હાર્ટ એટેકથી પુત્રના મોત થતાં આધાતમાં માતાનું પણ મોત નિપજાવા પામ્યું.

રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે અને હાર્ટ એેેટેકમાં કેટલાય યુવાનો જીવ ગુમાવ્યો છે. આજરોજ મહિસાગરના લુણાવાડા તાલુકાના દલવાઈ-સાવલી ગામે રહેતા અશ્ર્વિનભાઇ પટેલ ઉ.વ.56નુંં હાર્ટ એટેક આવતાંં મોત નિપજાવા પામ્યુંં હતું. જોકે, પુત્રના મોતનું આધાત માતા સહન કરી શકયા ન હતા અને પુત્રના મોત થયાની પાંચ મીનીટમાં માતા પણ દેહત્યાગ કરી દીધો હતો. આંમ, એક સાથે માતા-પુત્રની અંતિમયાત્રા નિકળતા ગામ શોકમય બન્યું હતું. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.