લુણાવાડા કલેકટર કચેરી ખાતે બન્યું અનેરૂં વન કવચ

લુણાવાડા, સામાન્ય રીતે વાવેતરની વાત આવે એટલે 1 ફૂટ નો ખાડો ખોદી, લીમડા, કદંબ, પેલ્ટોફોરમ, ગુલમહોર કે કશિદ જેવી પરપ્રાંતીય વનસ્પતિનું વાવેતર કરી સંતોષ મેળવી લેવાતો હોઈ છે.

હકીકતે મધ્ય ગુજરાતનાં જંગલો માં જોવા મળતી દુર્લભ પ્રજતીઓ માં આંકોલ, વાયવર્ણો, આલન, કુંભિયા, બિયો, ટેટૂ, બોંડારો, અન્દ્રખ, કુડી, ઇન્દ્રજવ, મોખો, આસિત્રો, કુસુમ વગેરે તથા મહુડા, બેહડા તથા શિમળા નાં વિશાળકાય વૃક્ષો પણ જોવા મળે છે.

ઉપર્યુક્ત વૃક્ષો માત્ર આપણા વનો ની શોભા જ નથી વધારતા પરંતુ, અનેક પરાગકારકો જે આ તમામ વનસ્પતિઓ નો રસ ચૂસવા આવે છે અને અતિ ઉત્તમ મધ બનાવે છે, તેમજ આ પ્રકાર ની વનસ્પતિના પુષ્પો નાં રસ પર નભતા અનેકો જીવજંતુઓ ખેતરમાં પણ પરાગનયન નું કાર્ય કરી પાક તૈયાર કરવામાં પાયાની ભૂમિકા ભજવે છે. જો આસપાસ ના વન, ગોચર, ખરાબા, શેઢાપાળા વગેરે ની જમીન પર આ પ્રકાર ના વુક્ષો આવેલા નાં હોય તો આ જીવજંતુઓ, પક્ષીઓ વગેરે ખોરાક માટે પાક ઉપર જ નિર્ભર રહે છે, પરિણામે પાક ને પણ મોટા પાયે નુકશાન થાય છે. વધુ મા આ આપણી સ્થાનિક પ્રજાતિઓ એ અતિ દુર્લભ એવી જડીબુટ્ટીઓ પણ છે.

તો આમ આવી જ સ્થાનિક પ્રજાતિઓ જે મૂળ મધ્ય ગુજરાતના વનોમાં જોવા મળે છે તથા લુપ્ત થતી જઇ રહી છે તો તેના સંવર્ધનની જવાબદારી વન વિભાગ એ ઉપાડી લીધી છે તથા કલેકટરશ્રી લુણાવાડા ની સીધી દેખરેખ હેઠળ જ આ વનનું નિર્માણ થઇ રહ્યું છે. નાયબ વન સંરક્ષક ડો. મીનલ ડી. જાની, જે પોતે પણ વનસ્પતિ શાસ્ત્રી પણ છે, અને આ પ્રકારની વનસ્પતિનાં બીજ, ધરૂં, રોપા વગેરેની સચોટ ઓળખ ધરાવે છે તથા પરિક્ષેત્ર વન અધિકારી જે.ટી. મકવાણા પોતાના ઘનિષ્ઠ પ્રયત્નો થકી આ વનસ્પતિની રોપણી થી માંડીને તમામ પ્રકારની માવજત કરી ઉછેરી રહ્યા છે.

મહિસાગર જિલ્લામાં આ પ્રકારની મૂળ સ્થાનિક અને દુર્લભ પ્રજાતિઓ થી ભરપુર આ વાવેતર ખુદ કલેકટર કચેરી કમ્પાઉન્ડ માં થઇ રહ્યું છે. વાવેતર એક ખાસ પ્રકારની Miyawaki પદ્ધતિ થી થઇ રહ્યું છે. જેમાં વૃક્ષો નો ઉત્તમ વિકાસ ખૂબ જ ટૂંકા ગાળા થશે.