લુણાવાડા બસ સ્ટેન્ડ પાસે એલ.સી.બી.પોલીસે નાકાબંધી કરી ગાડીમાં લઈ જવાતા 700 કિલો માંસના જથ્થા સાથે એક ઈસમને ઝડપ્યો

લુણાવાડા, મહિસાગર એલ.સી.બી.પોલીસને મળેલ બાતમીના આધારે લુણાવાડા બસ સ્ટેન્ડ પાસે નાકાબંધી કરી મોડાસા થી ગોધરા લવાઈ રહેલા 700 કિલો કરતાં વધુ માંસના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મહિસાગર એલ.સી.બી.પોલીસને બાતમી મળી હતી કે, મોડાસા થી ગાડીમાં માંસનો જથ્થો લઈ ગોધરા તરફ જવાનો છે. તેવી બાતમીના આધારે લુણાવાડા બસ સ્ટેન્ડ પાસે એલ.સી.બી.પોલીસે નાકાબંધી કરી હતી અને બાતમીવાળી ગાડી માંથી 700 કિલો ઉપરાંતના માંસના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડવામાંં આધ્યો છે. પોલીસે દ્વારા ઝડપી પાડવામાં આવેલ માંસના જથ્થાના સેમ્પલ લઈને ટેસ્ટીંગ માટે મોકલી આપવામાં આવ્યો.