લુણાવાડા, મહિસાગર જિલ્લાના લુણાવાડા બસ સ્ટેશનમાંથી 25 હજારના ઈંગ્લીશ દારૂ સાથે બે મહિલાઓને લુણાવાડા ટાઉન પોલીસે ઝડપી પાડી હતી. પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી.પી.તથા મહિસાગર પોલીસ અધિક્ષક તથા ના.પોલીસ અધિક્ષક દ્વારા દારૂ અને જુગારની પ્રવૃત્તિને નાબુદ કરવા આપેલા આદેશના આધારે લુણાવાડા ટાઉન પોલીસ પેટ્રોલિંગમાં હતી. પોલીસને બાતમીના આધારે લુણાવાડા બસ સ્ટેશનમાં બે મહિલાઓ વિદેશી દારૂ પોતાના પાસે રાખી બસ સ્ટેશનમાં હાજર છે. જે બાતમીના આધારે લુણાવાડા ટાઉન પોલીસે રેઈડ કરતા બે મહિલાઓ પોતાના પાસેના ત્રણ થેલામાં વિદેશી દારૂ અલગ અલગ બ્રાંડની વ્હિસિકીની બોટલો નંગ-211 જેની કિ.રૂ.25,820 સાથે મળી આવતા પોલીસે એક મોબાઈલ રૂ.500 મળી કુલ રૂ.26320નો મુદ્દામાલ જપ્ત કરી મહિલાઓને ઝડપી પાડી હતી. આ બનાવની લુણાવાડા ટાઉન પોલીસે વસીલબેન હરીશભાઈ માવી(રહે.વડવા, તળાવ ફળિયુ, તા.જિ.દાહોદ), અને ગંગાબેન રામસીંગભાઈ માવી(રહે.વડવા તળાવ ફળિયુ, તા.જિ.દાહોદ)આ બંને મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.