લુણાવાડા ભંગારની દુકાનમાં સરકારી યોજનાની સાયકલો જોવા મળી

લુણાવાડા, રાજય સરકાર દ્વારા સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અનુસુચિત છાત્રોને સાયકલ આપવાની યોજના અમલી બનાવી હતી. પરંતુ લુણાવાડા તાલુકામાં જ સરકારની આ યોજના હેઠળ મળેલી સાયકલ ભંગારમાં વેચાતી હોવાનુ જાણવા મળ્યુ છે. એકબાજુ સરકાર દ્વારા લાભ આપવામાં આવે છે. બીજી બાજુ લાભાર્થીઓ દ્વારા અથવા તંત્ર દ્વારા તેની રોકડી કરી લેવામાં આવતી હોવાનુ જાણવા મળ્યુ છે.

ગુજરાત સરકાર દ્વારા ધણી બધી યોજનાઓ અમલમાં મુકવામાં આવતી હોય છે. જેમાં રાજય સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા માઘ્યમિક શાળામાં ધો-9માં પ્રવેશ મેળવનાર બક્ષીપંચ, અનુસુચિત જાતિ, અને આર્થિક પછાત વિધાર્થીનીઓને શાળાએથી ધરે અવર જવર કરવા માટે સરસ્વતી સાધના યોજના હેઠળ વિના મુલ્યે સાયકલ આપવામાં આવે છે. ત્યારે વર્ષ-2018 અને વર્ષ-2020/21 નવી નકોર વાપર્યા વગરની આ સાયકલોનો ઉપયોગ કરવાની જગ્યાએ સાયકલ બારોબાર ભંગારમાં વેચાણ થતી જોવા મળેલી આવે છે. સરકારી વસ્તુઓનુ વેચાણ કરવો ગુનો બનતો હોય છે. તેમ છતાં સરકારે આપેલી વસ્તુઓનુ બજારમાં વેચાણ થતુ હોય છે. લુણાવાડામાં ગોધરા રોડ પર એસ.ટી.વર્કશોપ સામે આવેલ જથ્થાબંધ ભંગારના વેપારીને ત્યાં આ સાયકલો કોણે વેચી એ તંત્ર દ્વારા તપાસ હાથ ધરાય તે જરૂરી બન્યુ છે.