મલેકપુર,
એક તરફ શિયાળાની ઠંડી વધી રહી છે. તો બીજી તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પગલે રાજકીય પારો વધતાં ગરમાવો વધી રહ્યો છે. મહીસાગર જિલ્લાની 122 લુણાવાડા વિધાનસભામાં ભાજપ પક્ષ દ્વારા વર્તમાન ધારાસભ્ય જીગ્નેશ સેવકને રિપીટ કરવામાં આવતાં સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વિવિધ સમાજ દ્વારા સમર્થન માટે મળી જીતની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. આજરોજ લુણાવાડા મત વિસ્તારના પાટીદાર સમાજના અગ્રણીઓએ ભાજપ પક્ષ દ્વારા ફરી એકવાર આગામી વિધાનસભા ચુંટણી માટે લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશ સેવકની પસંદગી કરવામાં આવતાં ખુશી વ્યકત કરી તમામ પ્રકારે સહયોગ આપી જંગી લીડથી જીતાડવા સંકલ્પ વ્યકત કર્યો હતો. આ પ્રસંગે પાટીદાર અગ્રણીઓએ 108નું હુલામણું નામ સાર્થક કરતાં લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશ સેવકના પ્રજાકીય કામો અને લોકસેવાને બિરદાવી હતી.