કોઠંબા, મહિસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં આજેપણ આરસીસી રસ્તાને પથ્થરોના રસ્તા જોવા મળી રહ્યા છે. તંત્ર વહેલીતકે પાકો રસ્તો વિસ્તારના લોકોને બનાવી આપે તેવી માંગ ઉઠવા પામી છે.
લુણાવાડા નગરના બલુચીના ટેકરા તરીકે ઓળખાતા વિસ્તારના નગરજનો આજે પણ રજવાડા સમયના પથ્થરોના બનાવેલા ભાગ્યા તુટ્યા રસ્તાઓ પર ચાલી રહ્યા છે. નગરના મોટાભાગના રસ્તા સિમેન્ટના બની ગયા છે. પરંતુ બલુચીના ટેકરાના રસ્તાઓ આજે પણ જુના પથ્થરોના છે. આ વિસ્તારના રહિશો તંત્ર અને નેતાઓને લેખિત અને મોૈખિક રજુઆતો કરી છતાં વર્ષોથી કોઈ કામગીરી થઈ નથી. બલુચીના ટેકરાના રહિશો ભાંગ્યા તુટ્યા રસ્તાથી પરેશાન થઈ ગયા છે. આ વિસ્તારમાં સ્ટ્રીટલાઈટ પણ બંધ હાલતમાં હોવાની તથા સફાઈ કર્મચારીઓ નિયમિત આવતા ન હોવાની ફરિયાદો કરી રહ્યા છે.