લુણાવાડા અને બાલાસિનોર ખાતે જનરલ ઓબ્ઝર્વરએ સ્ટ્રોંગરૂમની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યુ

લુણાવાડા,

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 માટે મહીસાગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એક્શન મોડમાં કામગીરી થઈ રહી છે. આદર્શ આચારસંહિતાના પાલન માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત થયેલા જનરલ ઓબ્ઝર્વરએ દ્વારા ચૂંટણી સંબંધિત કામગીરી ઉપર દેખરેખ રાખવામાં આવી રહી છે. ત્યારે આજરોજ જનરલ ઓબ્ઝર્વરએ લુણાવાડા અને બાલાસિનોર ખાતેના સ્ટ્રોંગરૂમની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યુ.

આ તકે જનરલ ઓબ્ઝર્વરએ સ્ટ્રોંગ રૂમનું જાત નિરીક્ષણ કર્યું હતું. તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી અને અન્ય અધિકારીઓએ સુરક્ષા સંબંધે થયેલી કામગીરી અંગે જાણકારી પુરી પાડી હતી.

આ મુલાકાતમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ભાવીન પંડયા, પોલીસ વડા આર.પી.બારોટ, નાયબ ચૂંટણી અધિકારી કુંજલ શાહ, પ્રાંત અધિકારીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.