લુણાવાડા એડીશ્નલ સેશન્સ કોર્ટ દ્વારા સંતરામપુર તાલુકાના પોકસોના આરોપીને 3 વર્ષની સજા ફટકારી

લુણાવાડા,સંતરામપુર પોલીસ મથકે 2022માં અસ્થિર મગજની સગીરાની ઈજજત લેવાની કોશીષની ફરિયાદ નોંધાઈ હતી. તે કેસ લુણાવાડા એડીશ્નલ સેશન્સ જજ કોર્ટમાં પોકસો કેશ ચાલી જતાં આરોપીને ત્રણ વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકારવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ સંતરામપુર પોલીસ મથકે ભીંડા તલાવડી વિસ્તારના આરોપી રંગુ ઉર્ફે રમેશભાઈ લાલાભાઈ ખાંટ એ 2022માં અસ્થિર મગજની સગીરાની સાથે એકલતાનો લાભ લઈ ઈજજત લેવાની કોશીષ કર્યાના ગુન્હામાં પોકસો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. આ કેશ મહિસાગર એડીશ્નલ સેશન્સ જજ કોર્ટ સ્પે. પોકસો કેશ ચાલી જતાં સરકારી વકીલ જયવીરસિંહ જે સોલંકીની દલીલો ગ્રાહ્ય રાખી સ્પે.પોકસો જજ દ્વાર આરોપી રંગુ ઉર્ફે રમેશભાઈ લાલાભાઈ ખાંટને 3 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકારવામાં આવ્યો અને આરોપીએ ભોગ બનનાર વતી તેના પિતાને 25,000/-રૂપીયાની વળતર ચુકવવા હુકમ કરાયો.