લુણાવાડા તાલુકા પોલીસે ગુમ થયેલ મહિલાને શોધી કાઢી પરિવારજનો સોપતા ખૂશી છવાઈ

મલેકપુર, પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી તથા મહિસાગર જીલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓએ અત્રેના જીલ્લામાં ગુમ/અપહરણ થયેલ બાળકો/વ્યક્તિઓ શોધવા સુચના કરેલ હોય હોય જે અનુસંધાને લુણાવાડા તાલુકા પોલીસ ઈન્સ્પેકટર ડી.કે.ઠાકર નાઓને બાતમી મળેલ કે ગુમ થનાર મહિલા કૈલાશબેન ઉર્ફે કલા લાલાભાઈ લક્ષ્મણભાઈ નનૈમા રહે.મઠ પાદેડી તા.લુણાવાડા જી.મહિસાગર નાઓ એસ.ટી. મારફતે લુણાવાડા આવનાર છે, તેવી હકિકત આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે એસ.ટી.સ્ટેન્ડ તેમજ આજુ બાજુ રોડ ઉપર વોચમાં ઉભા હતા. તે દરમ્યાન એસ.ટી.સ્ટેન્ડની પાછળ કેપીટલ રોડ ઉપર ગુમ થનાર મહિલા મળી આવતા તેઓ પોતે રાજીખુશીથી તેમના પતિ સાથે જવા માગતા હોય જેથી તેઓના પતિને સોપવામાં આવેલ હતી.