લુણાવાડા તાલુકાના ખેડુતો ખેતરના ઉભા પાકને જંગલી પશુથી બચાવવા પ્લાસ્ટીકની લાઈન કરવાનો નુશકો અપનાવ્યો

લુણાવાડા,
લુણાવાડા તાલુકાના ગામડાઓમાં ખેડુતો પાક ભેલાણ થી પરેશાન થઈ રહ્યા છે. ખેતરમાં વાવણી કરેલ પાકો નીલ ગાયો અને ભૂંડ થી બચાવવા માટે અવનવા નુશકા અપનાવી રહ્યા છે. અગાઉ પાકને બચાવવા ખેતરના ફરતે સાડીઓની વાડ ખેડુતો કરતા હતા. તેમ છતાં જંગલી પુશઓ દ્વારા પાકનું ભેલાણ થતું હોવાથી ખેડુતોએ પ્લાસ્ટીક થેલીઓની લાઈન કરી રહ્યા છે.

લુણાવાડા તાલુકાના ગામડાઓમાં ખેડુતો મોંધા ભાવના બિયારણ અને ખાતરનો ઉપયોગ પાક ઉગાડવા માટે કરતા હોય છે. આવા મોંધાભાવના બિયારણોથી ઉભા થતા પાકનું જંગલ નીલ ગાયો અને ભુંડો દ્વારા ભેલાણ કરીને નુકશાન કરતાં ધરતીપુત્રો પરેશાન થઈ રહ્યા છે. ખેડુતો ખેતરના ઉભા પાકને જંગલી નીલ ગાય અને ભૂંડો થી બચાવવા અગાઉ સાડીઓની વાડ ખેતરની આસપાસ કરતા હતા. તેમ છતાં નીલગાયો અને ભૂંડ દ્વારા પાકોનું ભેલાણ કરાઈ રહ્યું છે. ત્યારે હવે પાકને બચાવવા માટે ખેડુતો એ નવો નુશકો અપનાવ્યો છે. ખેડુતો દ્વારા ખેતરની ફરતે પ્લાસ્ટીની થેલીઓની લાઈન કરે છે. ખેડુતોનું કહેવું છે કે, પવન આવતાં પ્લાસ્ટીકની થેલીથી અવાસ થાય છે. જેને લઈ જંગલી પશુઓ ખેતરમાં આવી શકતા નથી.