કોરોનાની વૈશ્ર્વિક મહામારીમાં સમાજ અને સરકાર સાથે ખભે ખભો મીલાવીને કોરોના મુક્ત ભારત-કોરોના મુક્ત ગુજરાતના નિમાર્ણ માટે કમર કસી રહ્યા છે. ત્યારે કોરોનાના વધતા સંક્રમણને નિયંત્રણમાં લેવા રાજ્ય સરકાર દ્વારા કોવીડ-૧૯ ગાઇડલાઇનને અનુસરી તેમજ કોરોના રસીકરણ અભિયાનને વધુ વેગવંતુ બનાવવા અસરકારક પગલા લઇ રહયાં છે. ત્યારે, મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાથી રક્ષણ માટે વેક્સિનેશન અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. તે અંતર્ગત જિલ્લામાં વિવિધ વિસ્તારોમાંવેકસીનેશનબુથ શરૂ કરી ૪૫ વર્ષથીવધુ વયના લોકોને વેક્સિનનુંકવચઆપવામાં આવી રહ્યું છે.લુણાવાડામાં છપૈયાધામ સોસાયટી સ્વામિનારાયણ મંદિર ખાતેઆજરોજવેક્સિનેશન બૂથ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં સ્વયંભૂ લોકોએઆગળ આવી વેક્સિન લઈકોરોનાથી પોતે પણ સુરક્ષિત થઈપરિવારને પણ સુરક્ષિત કરવાનો સંદેશ પાઠવીઅન્યને પણ પ્રેરિત કર્યા હતા.
છપૈયાધામ સોસાયટીના રહીશ એવા ૪૫ વર્ષથીવધુ વયના મુકેશભાઇ કાછિયાએ કોરોનારસીનો પ્રથમ ડોઝ લઇ તે સંપૂર્ણ સુરક્ષિત હોવાનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. કોરોનારસી લીધા બાદ તેઓએ જણાવ્યું હતું કે, મેં રસીનો પહેલો ડોઝ લીધો છે. રસી લીધાને અડધો કલાક કરતાં વધુ સમય વીત્યો હોવા છતાં મને કોઇ પણ પ્રકારની આડઅસર કે તકલીફ થઇ નથી. એટલે કે રસી સંપૂર્ણ રીતે સલામત અને સુરક્ષિત છે. હું ૪૫ વર્ષથીવધુ વયના તમામ નગરજનોને કોરોના રસી લેવા માટે અપીલ કરૂ છું. સાથે સાથે કોરોનાની રસી મુકાવ્યા પછી પણ ફરજીયાત માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું જેવી આરોગ્ય વિભાગની સુચનાનું ચુસ્ત રીતે પાલન કરવું જોઇએ.તેમજ કોરોના રસીકરણના આ અભિયાનમાં સહયોગ આપી સૌ કોઈને રસીકરણ કરાવવા માટે પ્રેરણા પુરી પાડી હતી.