ગુજરાતમાં જોવા મળતો સૌથી ઝેરી પ્રજાતિનો સાપ ફરી એકવાર મહીસાગરના લુણાવાડા તાલુકામાં આવેલા કોલવણ ગામે એક ફળિયાના રહેણાંક મકાનમાં ઘૂસી આવ્યો હતો. કોલવણ ગામે રહેતા રમેશભાઈ પગીના મકાનના બારણાં પાસે અત્યંત ખૂબજ ઝેરી પ્રજાતિનો કોમન ક્રેટ કાળોતરો સાપ ઘૂસી આવતા પરિવારના સભ્યોમાં નાસભાગ મચી જવા પામી હતી. ત્યારે આવો ખતરનાક ઝેરી સાપ નીકળતા જ સ્થાનિક રહીશ અનિલભાઈ દ્વારા સાપનું રેસ્ક્યુ કરતા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી. જે બાદ આ ટીમના મેમ્બર હિતેશભાઈ પ્રજાપતિ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સાપનું સફળતા પૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
લુણાવાડા તાલુકાના કોલવણ ગામે એક મકાનમાં રાત્રિના સમયે કાળા કલરનો સાપ ઘૂસી આવ્યો. તે અંગેનો કોલ મળતા જ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમના મેમ્બર હિતેશભાઈ પ્રજાપતિ સ્થળ પર દોળી આવ્યા હતા અને સાપનું રેસ્ક્યુ કાર્ય હાથ ધર્યું હતું. હિતેશભાઈના જણાવ્યા પ્રમાણે આ સાપ ખૂબ જ ઝેરી પ્રજાતિનો હતો. ખાસ કરીને રાત્રિના સમયે નીકળે છે અને રહેણાંક વિસ્તારોમાં તે ઘૂસી આવતો હોય છે અને તે એટલો ઘાતકી અને ઝેરી હોય છે કે તેને કરડતા જ માણસ થોડી જ મિનિટોમાં મૃત્યુને ભેટી જાય છે. ત્યારે આવા ઝેરીલા સાપથી ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેરી રાખવી જરૂરી છે અને કોઈપણ સાપ નીકળે તો રેસ્ક્યુ ટીમને જાણ કરવા તેઓએ જણાવ્યું હતું. ત્યારે મકાનના બારણાં માંથી કોમન ક્રેટ કાળોતરા સાપનું સફળ રેસ્ક્યુ કરી માનવ રહેણાંક વિસ્તારથી દૂર સુરક્ષિત સ્થળે છોડી મુક્યો હતો. ત્યારે આવા અત્યંત ઝેરી પ્રજાતિના સાપને મકાનમાંથી સફળ રેસ્ક્યુ કરી લેતા લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો.