લુણાવાડા પાલિકા દ્વારા સીંગલ યુઝ પ્લાસ્ટીકના ઉપયોગ બંધ કરવા બેનરો દ્વારા જાગૃતિ અભિયાન શરૂ કર્યું

લુણાવાડા,
લુણાવાડા નગર પાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવા માટે વેપારી તેમજ નગરજનોમાં જાગુતિ માટે બેનરો લગાડવાની કામગીરી હાથ ધરી છે.

લુણાવાડા નગર પાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તેમજ પર્યાવરણના જતનની ચિંતા વ્યકત કરી અને લુણાવાડ પાલિકા વિસ્તારમાં વેપારીઓ તેમજ નાગરિકો દ્વારા સીંગલ યુઝર પ્લાસ્ટીક થેલીનો ઉપયોગ બંધ કરે તેવા ઉદ્દેશ સાથે જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. પાલિકા દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં સિંગલ યુઝ પ્લાસ્ટીક પ્રતિબંધના બેનરો લગાડવામાં આવ્યા છે. હાલ લોકો તે ઉપયોગ કરે તેવું પાલિકા ઈચ્છી રહ્યું છે. અગામી દિવસોમાં સીંગલ યુઝર પ્લાસ્ટીક માટે પાલિકા દ્વારા કાર્યવાહી કરવાનું મન બનાવ્યું છે.