લુણાવાડા,
લુણાવાડા તાલુકાના એક ગામની સામૂહિક દુષ્કર્મની પીડીતાનું મોડી સાંજે સાત વાગ્યાના સમયે બાઈક ઉપર આવેલ બે ઈસમો દ્વારા યુવતિનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ગામ નજીક ખેતરમાં યુવતિને ઝાપટ મારી બેહોંશ કરી નાશી છુટીયા હતા. આ બાબતે લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
લુણાવાડા તાલુકાના એક ગામની સામૂહિક દુષ્કર્મની પીડીતા તેના ઘરની પાછળના ભાગે મોડી સાંજે બાથમ જવા ગયેલ હતી. દરમ્યાન બાઈક ઉપર આવેલ બે ઈસમો દ્વારા યુવતિનું અપહરણ કરવામાં આવ્યું હતું. યુવતિનેં બાઈક ઉપર બેસાડીને નજીક દિવેલાના ખેતરમાં લઈ ગયા હતા અને યુવતિને ઝાપટ મારતાં બેહોંશ થઈ ગઈ હતી અને અપહરણ કરતાં કહેતા હતા કે મારા છોકરાને શામાટે જેલમાં પુરાયા છે. તેનો બદલો અમે લઈશું તેમ કહી યુવતિને બેહોંશ હાલતમાં છોડી નાશી છુટીયા હતા. યુવતિને હોઠ તેમજ કમરના ભાગે દિવેલા લાકડું વાગેલ હતું. યુવતિ ઘરે આવી આ બાબતે ઘરે જઈને સમગ્ર ધટનાની જાણ કરી હતી. અને અપહરણ કરનારને અંધારાને લીધે ઓળખી શકી ન હતી. રાતના સમયે દુષ્કર્મની ધટનાનો ભોગ બનેલ પીડીતાનું અપહરણ બાબતે લુણાવાડા પોલીસ સ્ટેશન ખાતે પીડીતા દ્વારા ફરિયાદ નોંધાવા પામી છે. લુણાવાડા પોલીસે ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.